પીપળો

  • 224
  • 56

                  હું શાળાના આંગણામાં ઉગેલો એક પીપળો છું. વર્ષો અગાઉ, જ્યારે આ શાળા બની, ત્યારે મને નાનકડા છોડ તરીકે રોપવામાં આવ્યો હતો. આજ સુધી હું અહીં જ ઊભો છું – અડગ, સ્થિર અને શાળાના દરેક પળનો સાક્ષી.               રોજ સવારે, જ્યારે શાળાની ઘંટ વાગે, ત્યારે બાળકો હસતાં રમતાં મારી નીચેથી પસાર થાય. મને એમ લાગે કે જાણે તેઓ મારા પોતાના જ સંતાન છે. હું તેમને વધાવું છું મારી છાંયાથી, પવન સાથે હળવા ધબકારોથી. ક્યારેક મારો એકાદ સૂકો પાન જમીન પર પડે, પણ મને એનો ખેદ નથી –