પિતાનો પત્ર

  • 648
  • 156

પ્રિય નૈતિક,        તમે ધોરણ 10ની પરીક્ષા પૂરી કરી અને એક મહત્વના તબક્કાને પાર કર્યો. પિતાના હૃદય માટે આ ક્ષણ ગૌરવની છે. મારું હૃદય આનંદ અને ભાવનાથી ભરાયેલું છે, કારણ કે તું તારી મહેનત અને ધ્યેય માટે પ્રયત્નશીલ રહ્યો.પુત્ર, જીવન હવે એક નવા મંચ પર પ્રવેશ કરશે. પરિણામ કેવાં આવે એ મહત્વનું નથી, પણ તું સ્વચ્છ અંતઃકરણથી પ્રયાસ કર્યો એ જ મોટી વાત છે. હંમેશા યાદ રાખજે કે પરીક્ષાના ગુણ તારી ક્ષમતાનો એક ભાગ છે, આખું મૂલ્ય નહીં. સફળતા માટે માત્ર પેપરના ગુણ નહીં, પણ તારી મજબૂત ઈચ્છાશક્તિ અને કરેલ મહેનત મહત્વ ધરાવે છે.આગળના જીવનમાં તને અનેક વિકલ્પો