શ્યામ રંગ....લગ્ન...ભંગ....18

અનંત ને મનમાં તો અમન તરફ આકર્ષિત થયેલી અને અમનમય બનતી જતી આરાધના પર ગુસ્સો આવી રહ્યો હતો. આ જે આરાધના અત્યારે અનંત સામે બેઠી હતી, તે આરાધના તેની નાનપણની આરૂ....જેવી જરાય લાગી રહી ન હતી.અનંત ની આંખો એ આરાધનાને શોધી રહી હતી.આરાધનાની વાતો, વાતોનો મર્મ, બધુ જાણે બદલાઈ ગયુ હોય એવુ અનંતને લાગી રહ્યુ હતુ.         પરંતુ, એક વાત અજીબ બની રહી હતી, જે અનંત આરાધનામાં નોટ કરી રહ્યો હતો.આરાધનાના ચહેરા પર ક્યારેક નકલી સ્માઈલ આવી જતી હતી.એ સ્માઈલમાં કોઈ અજ્ઞાત દર્દ કે કોઈ ડર છુપાયેલો હોય એવુ લાગી રહ્યુ હતુ.અનંતે આરાધનાને વાતોમાં ને વાતોમાં કહ્યુ,