અભિષેક - ભાગ 3

*અભિષેક* પ્રકરણ 3 અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધતો બદ્રીનાથ રોડ ઉપર ઘણે દૂર સુધી આવ્યો હતો અને છેવટે એને આશ્રમ મળી ગયો હતો. એના આશ્ચર્ય વચ્ચે ટ્રેઈનમાં જે સાધુ મહાત્મા એને મળ્યા હતા એ પોતે જ નિર્મલાનંદ સ્વામી હતા ! સ્વામીજીએ એને પાછલા જનમના કોઈ પાપકર્મનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હતું પણ એ વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો. સ્વામીજીએ એ જ વખતે એને ગાયત્રી મંત્રની દીક્ષા પણ આપી હતી. અભિષેક જાણવા માગતો હતો કે સ્વામીજી એની સાથે એના જ કમ્પાર્ટમેન્ટમાં છેક અમદાવાદથી કેમ બેઠા હતા પણ સ્વામીજીએ એનો જવાબ ટાળ્યો હતો અને અચાનક એના આશ્ચર્ય વચ્ચે એ અદ્રશ્ય થઈ ગયા હતા. એ