ભૂલ છે કે નહીં ? - ભાગ 19

  • 176

મેં કોલેજમાં એડમીશન લઈ લીધું. પપ્પાએ કહયું કે અત્યારે અહીંની કોલેજમાં એડમીશન લઈ લે બીજા વર્ષે માઈક્રોબાયોલોજીની કોલેજમાં એડમીશન લઈ લેશું કારણ કે પહેલું વર્ષ બધે સરખું હોય છે અને માઇક્રોબાયોલોજી ની કોલેજ બીજા શહેરમાં હતી. કોલેજ શરૂ થઈ ગઈ. હું કોલેજ જતી પણ મારી આંખો હંમેશા એમને શોધતી. પણ એ ન દેખાતા. પછી થયું કે કદાચ હવે એ અહીં ન પણ આવતા હોય. ને પછી હું ભણવામાં વ્યસ્ત થઈ ગઈ. ભાઈ કંઈ કરતો ન હતો એટલે પપ્પાએ એને નોકરીએ લગાડી લીધો. બેન પણ શ્રીમંત કરીને ઘરે આવી હતી. ભાઈ રોજ સવારે શેરીના એના મિત્રો સાથે પુલ પર ચાલવા જતો