કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 128

  • 292
  • 1
  • 92

પોતાના શિવાંગનું નામ માધુરીના ફક્ત કાને જ નહોતું અથડાઈ રહ્યું પરંતુ હ્રદયપટલ ઉપર પણ અથડાઈ રહ્યું હતું અને કદાચ તે હ્ર્દયસ્પર્શી બની રહ્યું હતું....અને આજે આ નામને કારણે ફરીથી માધુરીના શરીરમાં ચેતના પ્રગટી હતી...તેનો એક હાથ કવિશાએ પકડેલો હતો તે હળવેથી હલ્યો એટલે કવિશાએ પરીની સામે જોયું અને એટલી વારમાં તો તેના બીજા હાથમાં પણ ચેતના આવી જે હાથ ઉપર પરીના ગરમ ગરમ આંસુ સરી રહ્યા હતા....પરી પોતાના આંસુ લૂછવાનો પ્રયત્ન કરતી રહી અને ડોક્ટર નિકેતને બોલાવવા માટે તેમની કેબિન તરફ તે દોડી ગઈ....પરીને આમ દોડતી આવેલી જોઈને ડૉક્ટર નિકેત પણ પોતાની ચેરમાંથી ઉભા થઈ ગયા...પરી એટલી બધી તો ઈમોશનલ