નિતુ : ૯૨(અન્યાય) વિદ્યા ત્યાંથી નીકળી અને પોતાની હોસ્ટેલ પર પહોંચી. દરેક કોલેજમાં વેકેશન પડી ચૂક્યુ હતુ એટલે હોસ્ટેલમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે ચાલી ગઈ હતી.તે આવી અને પોતાની રૂમમાં બેસી રડતી રહી. તેણે જઈ આ વાત કોઈને કરવાનો નિર્ણય લીધો. પણ હોસ્ટેલ ખાલી થઈ ચૂકી હતી. પોતાની સાથે અભ્યાસ કરતી દરેક સખી ચાલી ગયેલી. આથી તે રિસેપશન કાઉન્ટર પર આવી.પોતાના હાથમાં અમુક કાગળ સાથે ઉભેલી રિસેપશનિસ્ટ માયા કાગળ સરખા કરતા એની સામે જોઈ બોલી, "વિદ્યા, તમે બે ચાર જાણી જ વધી છો. સામાન પેક થઈ ગયો હોય તો કહેજે હું ગાડી બોલાવી લઉં."તેણે કોઈ જવાબ ના આપ્યો. માયાએ તેની