અભિનેત્રી - ભાગ 65

  • 364
  • 198

અભિનેત્રી 65*      હરીશ બહેરામને સુનીલને રાખ્યો હતો એ કસ્ટડીમાં લઈ આવ્યો.કસ્ટડીનો દરવાજો ખોલીને એણે કહ્યુ."પાંચ મિનિટનો સમય આપ્યો છે ઇન્સ્પેક્ટરે તમને જે કંઇ વાતચીત કરવી હોય તે કરી લો."  "સુનીલભાઈ આ.આ.આ બધુ શુ થઈ ગયુ?"પોલીસ કસ્ટડીમા દાખલ થઈને.સુનીલને મળતા વેંત બહેરામ ગળગળા સ્વરે સુનીલના હાથોને પોતાના હાથમાં લઈને બોલ્યો. "હું નિર્દોષ છું બહેરામ ભાઈ.મેં શર્મિલા નુ ખુન નથી કર્યું."સુનીલે પોતાનો બચાવ કરતા કહ્યુ.પણ સુનીલની વાત સાંભળીને બહેરામ હથેળી માં ચહેરો છુપાવીને પોક મૂકીને રડવા લાગ્યો. બહેરામને આમ અચાનક ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોઈને સુનીલને આશ્ચર્ય થયુ.એણે ફરીથી કહ્યુ."હું.હું સાચુ કહુ છુ બહેરામ ભાઈ મેં..."ત્યારે સુનીલને અધવચ્ચે અટકાવીને બહેરામ રોતા રોતા