અભિનેત્રી 64* બહેરામ ફરી એક વખત પોલીસ સ્ટેશને ગયો. ત્યારે બ્રિજેશ બેંગ્લોરથી આવી ચૂક્યો હતો. બહેરામે બ્રિજેશને પોતાનુ આઈડી પ્રૂફ દેખાડ્યુ અને કહ્યુ."ઇન્સ્પેક્ટર સાહેબ.મુને સુનીલને મલવુ છે." "કેમ?તમે કંઈ સગા છો એના?"બ્રિજેશને એ જરા પણ ગમ્યુ નહીં કે કોઈ સુનીલને મળવા કે બચાવવા માટે આવે.પોતે જેને દિલથી ચાહવા લાગ્યો હતો.એ શર્મિલાનુ ભલે સુનીલે ખૂન ના કર્યું હોય પણ એણે એને જાનથી મારી નાખવાની ધમકી તો આપી જ હતી.સુનીલે આપેલા બયાનને કન્ફર્મ કરવા એ ઠેઠ બેંગ્લોર જઈ આવ્યો હતો અને સુનીલે કહેલી એકે એક વાત સાચી હતી અને એનાથી સુનીલ નિર્દોષ છે એ પણ સાબિત થતુ હતુ. અને છતા એ સુનીલને બરાબરનો પાઠ