અભિનેત્રી - ભાગ 63

  • 240
  • 114

અભિનેત્રી 63*      શર્મિલાએ એના દિમાગ ઉપર વધુ જોર આપવા માંડ્યુ.કે આખર કોણ હોઈ શકે કે જે મને આટલી હદે નફરત કરવા લાગ્યો હશે.અને મને ખતમ કરવા તૈયાર થયો હશે?તો એક નામ ઉપર આવીને એની શંકાની સૂઈ થંભી ગઈ. એને પાકી ખાત્રી થઈ કે આ માણસને મેં સહુથી વધારે પરેશાન કર્યો છે.અને આ જ હોય શકે જે મારી હત્યા કરાવી શકે.પણ મારે હવે કરવુ શુ?એ ચિંતામાં ડુબી ગઈ.     એ પંગો તો એણેજ ઉભો કર્યો હતો.અને હવે એ એનો મુકાબલો કરી શકે એવી સ્થિતિ માં ન હતી.પહેલા તો એ પોતાના સ્વભાવને કારણે પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેતી હતી.એને હંમેશા