અભિનેત્રી - ભાગ 62

(2.5k)
  • 2.1k
  • 1.2k

અભિનેત્રી 62*    મહેરને ઘરે ઉતારીને બહેરામ પોલીસ સ્ટેશન આવ્યો.ત્યા બ્રિજેશની જગ્યા એ ઇન્સ્પેક્ટર મોહન કુમાર ડ્યુટી પર હતો.બહેરામે પોતાનુ વકીલાતનું ઓળખ પત્ર દેખાડી ને પહેલા તો મોહનને પોતાની ઓળખ આપી અને પછી કહ્યું."ઇન્સ્પેક્ટર સાહેબ.મારે સુનીલને મલવુ છે."તો મોહને કહ્યુ."વકીલ સાહેબ સુનીલને મળવાની તમને પરવાનગી હુ નહી આપી શકુ.""કેમ?તમે નહી આપી શકો તો કોન આપશે? મારે એને મલવુ જરુરી છે ભાઈ."બહેરામે ફરી એક વખત રિક્વેસ્ટ કરી."આ કેસ બ્રિજેશ સરના હાથમા છે.અને એ આજે વહેલી સવારે બેંગ્લોર ગયા છે સાંજ સુધીમા આવી જશે.પછી સુનીલને તમારે મળવુ હોય તો એમની પરવાનગી લઈને મળી શકશો"મોહનનો ઉત્તર સાંભળીને બહેરામ થોડાક નિરાશ સ્વરે બોલ્યો."ઠીક છે