અભિનેત્રી - ભાગ 61

અભિનેત્રી 61*        બીજે દિવસે સવારથી દરેક ન્યુઝ ચેનલો ઉપર ફક્ત એકજ ન્યૂઝ છવાયેલી હતી."ફિલ્મ અભિનેત્રી શર્મિલાની હત્યા માટે બે શકમંદોની ધરપકડ.એક એનોજ બનેવી સુનીલ અને બીજો એની નવી મૂવી*હો ગયે બરબાદ* ના પ્રોડ્યુસર જયદેવનો પુત્ર.અને આ ફિલ્મથી લોંચ થવાનો હતો એ શર્મિલાનો કો એક્ટર રંજન દેવ.બન્નેને પોલીસ કસ્ટડીમા લેવામા આવ્યા છે.અને આગળ તપાસ ચાલુ છે" બહેરામે સવારે ઓફિસ જવા પહેલા ન્યૂઝ લગાડ્યા.અને ન્યુઝ જોઈને એ ચોંકી ગયો. "મહેર.મહેર જોની આ ન્યુઝ વાલા શુ બકી રિયા છે?" મહેર દોડતી આવી."શુ થયુ બહેરામ?કેમ ઘાંટો પાડછ?""આજો આપણા બનેવીને પોલીસ પકરી ગઈ છે." "હે ખોદાયજી.શુ કર્યુ વલી એને?" "એની જ સાલીના મર્ડરના ઇલ્ઝામમાં એને પકરેલો છે." "પેલી