હાસ્ય મંજન - 37 - ગરબો ને ગરબડ ગોટાળો

  • 712
  • 248

     ગરબો ને ગરબડ ગોટાળો                                                        માણસને જ ઘાત નડે એવું નહિ, ગયા વરસે નવરાત્રીને અંબાલાલના પાયે ઘાત બેઠેલી.  ખુલ્લી ધમકીઓ મળેલી  કે, ગરબા ગાવા ગયા તો ધોવાઈ જશો. ગાવા કરતાં નહાવાનું વધારે આવશે. એમાં ખેલૈયાઓની હવા નીકળી ગયેલી. છેલ્લે સુધી  નક્કી જ નહિ કરો શકેલા, ઝઘમઘાટ  કપડા પહેરીને ગાવાનું કે, ટુવાલ વીંટાળીને..? અમુકે તો રેઇ આભલા ટંકાવ્યા..! ગબ્બરસિંહ આવવાનો હોય એમ, ગરબા શરુ થયા પછી જીવ તાળવે ચોંટી  જાય કે, વરસાદ તો નહિ ખાબકે ને..?  માતાજીની આરતી કરતાં વાદળોની હિલચાલ ઉપર ધ્યાન વધારે જાય..!  એવી ધાક બેસી ગયેલી  કે,  માતાજીનાં હેલાને