ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય...! કવિ થવું હોય ને તો, માત્ર ફળદ્રુપ ભેજું નહિ ચાલે..! શબ્દોનું ખાતર-પાણી પણ જોઈએ. ચાંદ-ચાંદરણું- નદી-તળાવ-સરોવર-શબનમ-સ્મશાન-આંસુ- દરિયા-ફૂલ-સિતારા જેવી શબ્દોની મૂડી ને શરદ પૂર્ણિમાની રાત અને, ચાંદની ઓઢું-ઓઢું થતી હોય એવો માહોલ પણ જોઈએ. તો જ અંદરથી કવિતાનો ખિલવાડ આવે બોસ..! Fatherની property હોય એમ પ્રકૃતિના પ્રસાધનો ઉપર તૂટી પડીએ તો જ, પડે કવિતાનો પ્રસવ થાય.! કવિતાઓ ચંદી પડવાની ઘારી જેવી Tasty બને..! દરેક પૂનમમાં આ શરદ પૂર્ણીમાની રાત જ એવી કે, આળસુ કવિને પણ કવનની કુંપણ ફૂટે. મગજમાં શબ્દોના આટાપાટા રમાતા શરુ થઇ જાય. જ્યારે સુસુપ્ત ઇન્દ્રિય ફાટવાની થાય ત્યારે જ કવિતા પ્રગટ થાય. કંઈ નહિ તો છેલ્લે નવરાત્રીના નશામાં એવું પણ ચીતરાય કે, “ચાંદની