બીજે દિવસે સવારમાં કચરાવાળો આવે છે અને ઝારી ખખડાવે છે. બારે એક માણસ સૂતો હોય છે, તે ઊભો થઈને ઝારીનું તાળું ખોલી દે છે. કચરાવાળો રોજના નિયમ મુજબ આખા ફળિયાનો અને મોટી બે ડોલીનો કચરો ભરે છે. આજે તેને મોડું થઈ ગયું હોવાથી તે ફટાફટ વારો લેવા લાગે છે. અચાનક તેનું ધ્યાન વડના ઝાડ નીચે જાય છે.વડના ઝાડ નીચે બે કબુતર લોહી-લુહાણ પડ્યા હોય છે. કચરાવાળો નજીક જઈને જોવા જાય છે, તો કબૂતર આખા કાળા પડી ગયા હોય છે. તેને જરાક અજબ લાગે છે, પણ પછી તે આવીને ધનજી શેઠને કહે છે, "શેઠ, તમારા ઝાડ નીચે બે કબુતર મરેલા પડ્યા