અભિનેત્રી 60* જયદેવે રંજનના બેડરૂમના બારણા જોશભેર ખખડાવ્યા.રંજને દોડીને દરવાજો ખોલ્યો."શુ છે પપ્પા?આ કોઈ રીત છે બોલાવવાની?""શુ કર્યું તે આ હરામી?"રંજનને જયદેવના ગુસ્સાની કંઇ સમજ ન પડી.એણે પણ સામે તાડુકતા પૂછ્યુ."ગાળો કાં આપો છો?શુ થયુ છે એ કહોને." "શર્મિલા સાથે શુ કર્યું તે?"જયદેવનો શ્વાસ ફૂલી રહ્યો હતો."મેં ફ્કત એને ધમકાવી છે.મારા છોકરાઓએ એની કારનો ફ્રંટ કાચ તોડ્યો છે.અને એ સીધી રીતે આપણુ શૂટિંગ પુરુ નહી કરે તો આગળ શુ કરશુ એવી ધમકી એને આપી છે."રંજને શાંતિ પુર્વક કહ્યુ.કારણકે એને હજી ખબર પડી ન હતી કે શર્મિલાની હત્યા થઈ છે."અરે નાલાયક.તારા એ ગુંડાઓએ એ છોકરીને પતાવી દીધી છે.હવે આપણી મૂવીનું