અભિનેત્રી 59* "હોટેલમાં પડ્યા રહેવાને બદલે હુ ઘરે આવી ગયો."સુનીલે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.તો બ્રિજેશે કટાક્ષ કરતા કહ્યુ."અને એની ટાઈમિંગ પણ કેવી જબરી હેને?તુ ફ્લાઈટ માંથી ઉતર્યો અને એની કલાક માંજ શર્મિલાનુ મર્ડર.અને હા મીસ્ટર સુનીલ.આ કપાળે જે થીગડું માર્યું છે એનુ શુ બહાનુ છે તારી પાસે?""બહાનુ?"સુનીલે ચોંકીને પૂછ્યુ.""હા.હા બહાનુ?શુ બહાનુ છે બોલ?"બ્રિજેશે ધમકાવતા કહ્યુ. "બેંગ્લોરની હોટેલના વોશરૂમમાં હુ હાથપગ ધોઈ રહ્યો હતો અને સ્લીપ થઈ ગયો એમા બાથરૂમનો નળ મારા કપાળમાં લાગી ગયો.અને આ હકીકત છે કોઈ બહાનુ નહિ ઓકે?" સુનીલ આવેશથી એકી શ્વાસે બોલી ગયો."પત્યું?હવે મારી વાત સાંભળ.શર્મિલા ઉપર તે હુમલો કર્યો.તે એના કપડા ફાડ્યા અને