અભિનેત્રી - ભાગ 58

  • 216
  • 100

અભિનેત્રી 58*       ઇન્ફિનિટી મોલમાથી લાવેલો ડ્રેસ પહેરીને સુનીલને દેખાડવો હતો.એટલે શર્મિલાએ પોતાની કુર્તીની ચેન ખોલી.અને એજ વખતે બારણે ટકોરા પડ્યા.પહેલા તો એ બન્નેએ પ્રશ્નાર્થ નજરે એકબીજા તરફ જોયું.પછી સુનીલે સાદ પાડીને પૂછ્યુ."કોણ?"તો બાહર ઉભેલા બ્રિજેશે વધુ જોશથી દરવાજો ઠપકાર્યો.અને બરાડ્યો."દરવાજો ખોલ."સુનીલને ક્યા ખબર હતી કે બાહરથી દરવાજો ખખડાવનારો પોલીસ છે.એણે બરાડા પાડવાનો અને ઉપરથી આટલા જોરથી દરવાજો ઠપકારવાનો અવાજ સાંભળ્યો એટલે એ તેશમા આવી ગયો. "તારી તો જાતના."કહીને એ ગુસ્સામા બારણા તરફ ઘસ્યો પણ શર્મિલાએ એને વાર્યો. "દિમાગને પહેલા શાંત કર સુનીલ.બાહર કોણ હશે એની આપણને જાણ નથી.તુ પહેલા હેલ્પ માટે વોચમેનને ફૉન કર.કોણ જાણે કોણ હશે? આટલી રાત્રે." સુનીલને શર્મિલાની