*અભિનેત્રી 57* સંભવ એપાર્ટમેન્ટની આસપાસ ખાસી એવી ભીડ એકઠી થઈ હતી.ફિલ્મ અભિનેત્રી શર્મિલાના ફલેટમા કઈંક અજુગતુ બન્યુ છે પણ શુ બન્યુ છે એ વિશે જાણવાની એ ટોળામાં ઉત્સુકતા હતી.ત્યા પોલીસની વેન સાયરન વગાડતા આવી પહોંચી. એકઠી થયેલી ભીડ વચ્ચેથી રસ્તો કરીને બ્રિજેશ પોતાની પોલીસ ટીમ સાથે શર્મિલાના ફલેટ પાસે પહોંચ્યો.ફ્લેટનો દરવાજો બંધ હતો.પોલીસ ટીમમાંથી રાઘવ નામનો એક પહેલવાન જેવો કોન્સ્ટેબલ આગળ આવ્યો અને એણે બ્રિજેશને પૂછ્યુ. "સર.લાત મારુંન દ્વાર તોડુંન ટાંકું?"બ્રિજેશે એની સામે જોતા કટાક્ષ કરતા કહ્યુ."C.I.D બહુ જોતા લાગો છો કેમ મીસ્ટર દયા?દરવાજો તોડતા સિરિયલોમા દેખાડતા હોય.કેમકે એમા થર્મોકોલના બારણા હોય. વાસ્તવિકતામા તો