અભિનેત્રી 56* શર્મિલાએ એની સ્કુટી પાસે પડેલી વસ્તુ તરફ જોયુ.તો એ ઉર્મિલાનુ પર્સ હતુ.એની છાતીમા થડકારો થયો કે એ વ્યક્તિએ શુ કર્યું હશે ઉર્મિલા સાથે.અને એને પાંચ દસ સેકંડ એવુ લાગ્યુ કે પેલી કાળા લિબાસ વાળી વ્યક્તિ હમણા પલટીને આવશે આ પર્સ લેવા. પણ એ વ્યક્તિ સામેની અંધારી ગલીમા ગાયબ થઈ તે થઈ.એ પાછો ન આવ્યો.તો શર્મિલાએ એ પર્સ ઉપાડી લીધુ. એણે પર્સ ખોલીને જોયું તો પર્સની અંદર થોડોક મેકઅપનો સામાન અને એના ઘરની ચાવી હતી.શર્મિલાએ યુ ટર્ન લઇને સ્કુટી મારી મુકી. વર્સોવા લિંક