આમ તો લોકોને મારધાડ અને એક્શન પર આધારિત કે ક્રાઇમ પર આધારિત ફિલ્મો વધારે ગમતી હોય છે પરંતુ એ પણ હકીકત છે કે વિશ્વમાં હોરર ફિલ્મોનું પણ મોટું બજાર છે અને દરેક દેશમાં આ ઝોનરની ફિલ્મો સફળતા હાંસલ કરે છે અને દર્શકોમાં તે હંમેશા લોકપ્રિય બનતી હોય છે.રૂંવાડા ઉભા કરી દેનાર મુવીઝ જોતાં સમયે ડર લાગે છે અને ક્યારેક તો એની અસર એવી પણ હોય છે કે માણસ પોતાના ઘરનાં જ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતો ડરતો હોય છે અને અંધારામાં તો તેનાં પુંઠિયા ફાટી જાય છે ઘરમાં રહેલ ભોંયરામાં પણ જવામાં તેને ભીતિનો અનુભવ થાય છે પણ તેમ છતાં