"અલ્યા આ ભગાલાલે તો ભારે કરી હો ટેમુ. બસમાંથી ઉતરીને મુંજાય જ્યા'તા. તે મને દયા આવી એટલે હું ઈમને તમારા ઘરે મુકવા આયો. ભારે કોમેડી કરે સે હો.." ટેમુએ ચંચાને સાદ પાડીને બોલાવ્યો એટલે એણે ઓટલો ચડીને હસતા હસતા કહ્યું. પણ ટેમું હસ્યો નહિ."ગામમાં વિદેશી આઈટમ કોણ રાખે છે ચંચિયા? મારા ભગા અંકલને જોશે. તારે જ લાવી આપવી પડશે.""અટલે તું સું કેવા માંગેસ? આયટમ અટલે માલને? આપડા ગામમાં એવી વિદેશી આયટમ થોડી આવે ભૂંડા.. તારા ભગાકાકા ઈમની બયરીને તો હાર્યે લાયા સ. ઈ હજી તો હાલે ઈમ સે કાંય ગઢા નથી. તોય શોખ તો હોય હો. દેશી મળી રેહે. ચનાનું બયરૂ