અભિનેત્રી 45* . રંજન વરરાજો બનીને સજી ધજીને મંડપ મા બેઠો છે.અને ત્યા લગ્નની વિધી કરાવતા પંડિતે સાદ પાડ્યો. "કન્યા પધરાવો સાવધાન"અને શર્મિલા શરમાતી શરમાતી આવીને એની બાજુમા રાખેલા બાજોઠ ઉપર આવીને બેસી ગઈ.પંડિતે પહેલા હસ્તમેળાપ કરાવ્યો.અને પછી રંજન અને શર્મિલાને ચોરીના ચાર ફેરા ફેરવ્યા.શર્મિલાની બિદાઈ થઈ. બિદાઈનુ ગીત વાગ્યુ. ડોલી ચડકે દુલ્હન સસુરાલ ચલી ડોલી ચડકે કૈસી હસરતસે બાબુલકી દેખે ગલી ડોલી ચડકે. હોટેલ સુબા ઇન્ટરનેશનલના સિકસથ ફ્લોરના સિક્સ ઝીરો નાઈન રુમને શર્મિલા અને રંજનના હનીમૂન માટે સજાવવામા આવ્યો હતો.આલિશાન અને વિશાળ બેડ ઉપર ફૂલો પાથરેલા હતા.અને એ