અભિનેત્રી 44* બ્રિજેશે કોફીનો કપ ટેબલ પર મૂક્યો અને જયસૂર્યાને કહ્યુ."ચલો ભાઈ.આજની ડ્યુટી પણ પુરી થઈ. આવતી કાલે ફરી મળશુ." "ઓકે સર."કહીંને જયસૂર્યાએ રજા આપી.બ્રિજેશ બાહર નીકળીને મોટર સાયકલ ઉપર હજી બેઠો જ હતો.ત્યાં એના ફોનની રિંગ રણકી.એણે ફોનમાં નજર નાખી તો શર્મિલાની જાસુસી કરવા મુકેલા પાટીલનો ફોન હતો.એણે મોબાઈલ કાને માંડ્યો. "બોલ પાટીલ કંઈ નવીન?”"સર.આંઠ વાગે શર્મિલા મેડમ ઘરે આવ્યા ત્યારે એમની સાથે કોઈ બુરખા વાળી સ્ત્રી પણ હતી."બ્રિજેશને આ વાત કંઈ કામની ન લાગી.એટલે એ જરા ગુસ્સામા બોલ્યો "આમા ખાસ શુ છે પાટીલ?એની કોઈ ફ્રેન્ડ હશે?યા