અભિનેત્રી 43* ઘરમા પ્રવેશીને શર્મિલાએ ઉર્મિલાને કહ્યુ. "જો ઉર્મિ.આ છે આ નાચિઝનુ ગરીબ ખાનું."ઉર્મિલાએ ઘરમા નજર ફેરવી ટુ બેડરૂમનો.પણ આલિશાન ફ્લેટ હતો.અને એમા આકર્ષક રાચ રચીલું સજાવેલું હતુ.છત ઉપર સુંદર ઝુમ્મર લટકી રહ્યુ હતુ. "બહુ ફાઈન છે.તુ તો આખો દિવસ શૂટ ઉપર બિઝિ રહેતી હોઈશ.છતા આટલુ સરસ રીતે ઘરનુ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે છે?"ઉર્મિલાના પ્રશ્નના ઉત્તરમાં શર્મિલાએ કહ્યુ."આપણે ક્યા કંઈ કરવાનુ હોય છે.ફ્કત મેડને ડાયરેક્ષન જ આપવાનુ.બસ એ હિસાબે મેડ એનુ કામ કર્યા કરે.બોલ હવે શુ ખાવાની?" "ચાઈનીઝ મંગાવી લે." ઉર્મિલાની ફરમાઈશ પ્રમાણે શર્મિલાએ ફાયરબોલમા ઓર્ડર કર્યો.અને પછી