અભિનેત્રી - ભાગ 42

  • 788
  • 428

અભિનેત્રી 42*                             શૂટિંગનુ પેક અપ થઈ ગયા પછી નિર્મલ ઝા શર્મિલા પાસે આવ્યો."મેડમ.આપને એડ કે બારેમે બોલા થા ના." "હા.હા.બોલા થા.મીલી કોઈ?"શર્મિલાએ ઉત્સાહિત સ્વરે પૂછ્યુ.તો નિર્મલે કહ્યુ. "સુમધુર ડેરી વાળા તમને એમની પ્રોડક્ટના બ્રાંડ એમ્બેસેડર તરીકે લેવા ચાહે છે.""પણ બ્રાંડ એમ્બેસેડર બનીને આપણે બંધાઈ જઈશુ.એ લોકો જ્યા અને જ્યારે બોલાવે ત્યા આપણે જવુ પડશે.એ આપણને નહી પોસાય."શર્મિલાએ પોતાની સમસ્યા નિર્મલને સમજાવી. તો નિર્મલ બોલ્યો."આપણે એમની પ્રોડક્ટ્સના પ્રચાર માટે બીજે ક્યાંય પણ જવાનુ નથી.પણ એમના તમામ પ્રોડક્ટ્સની અહીજ રહીને મોડેલિંગ કરવાની છે."શર્મિલાએ ફરીથી ચકાસણી કરતા પૂછ્યુ."પાકુ?આપણે કયાંય આઉટડોર નહી જવુ