એ દિવસે મિત થોડો ઉતાવળથી જ ઘરે પહોંચી ગયો અને પોતાના બેડરૂમમાં જઈને પોતાની સાંવરીને ચોંટી પડ્યો... જાણે દુન્યવી તમામ દુઃખ ભૂલવા માંગતો હોય તેમ....સાંવરી પણ તેને ચીપકી ગઈ હતી....એટલામાં મિતના ડેડી કમલેશભાઈનો ફોન આવ્યો...મિતે તેમને એક સુંદર સમાચાર આપ્યા કે, "ડેડ, કેયૂર જાનીનું એડ્રેસ મળી ગયું છે અને તેના વિશે તમામ માહિતી પણ મળી ગઈ છે. તમે ચિંતા ન કરશો આ બધો જ માલ વેચાઈ જાય તેની જ હું રાહ જોઉં છું.. પછીથી આપણે એની ઉપર લીગલ કાર્યવાહી શરૂ કરવાની છે.."અને ત્યારબાદ મીતે પોતાના ડેડના મોબાઈલના રેકોર્ડિંગ દ્વારા પોલીસ કમ્પલેઈન કરી દીધી અને કેયૂર જાનીને જેલના સળિયા પાછળ ધકેલી