"શું એક પુરુષ એક સાથે બે સ્ત્રીઓને પ્રેમ ન કરી શકે? તે બીજા ઘરમાં રહેશે, હું તમને બંનેને એકસરખું રાખીશ અને ખૂબ પ્રેમ કરીશ."ઊર્જા ના કાનમાં કબીર ના આ શબ્દોના હજી પડઘાઈ રહ્યા હતા. તેના બંને હાથ તેના કાન પર પહોંચી ગયા. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. એને કોઈ રસ્તો સૂઝતો ન હતો. ફરી ફરીને એજ વાતો. એ જ સવાલો. અને જવાબ... કોઈ પાસે જ નહોતો."ઊર્જા! હું તો તને અને શ્રેયા બંનેને ખૂબ જ પ્રેમ કરું છું. તું કેમ મારી લાગણીઓને નથી સમજતી?" ફરી વાર કબીરનો અવાજ એના કાનમાં ગુંજી ઉઠ્યો. હવે વધુ સહન કરવાની તાકાત જ ક્યાં બચી હતી