ભૂલ છે કે નહીં ? - ભાગ 18

  • 650
  • 374

અમે મામાના ઘરેથી નીકળી ગયા. હું ખુશ હતી કે એ મને જોવા મળ્યા. વળી, એ પણ ખાતરી થઈ કે એમને દશેરાના દિવસની મારી વર્તણૂક નું ખોટું નથી લાગ્યું. જો એવું કંઈ હોતે તો એ મામાના ઘરે આવીને બેસતે જ નહીં. હવે મને એમ લાગવા માંડયું કે એમને પણ હું ગમું જ છું. આમ જ વિચારતાં વિચારતાં અમે ઘરે આવી ગયા. પાછું બધું જેમ ચાલતું હતું એમ ચાલવા લાગ્યું. મારું અને મારા ભાઈનુ રિઝલ્ટ આવી ગયું. હું પાસ થઈ ગઈ પણ ભાઈ ફરી પાછો નાપાસ થયો. એણે ફરી પરીક્ષા આપવાની ના પાડી. પણ પપ્પાએ કહ્યું કે દસમું ધોરણ તો પાસ કરવું