આસપાસની વાતો ખાસ - 22

  • 558
  • 188

22. પાપા  કહતે હૈ બડા  નામ કરેગા..શેઠનો આનંદ માતો ન હતો. માતાજીની અનેક બાધા આખડીઓ બાદ દેવે દીધેલો સાત ખોટનો દીકરો દેખાવે તો રાજકુંવર જેવો હતો જ, ભણવામાં પણ શિક્ષકોનો માનીતો હતો. ઘણો હોંશિયાર. હા, થોડું તો શેઠની પ્રતિષ્ઠા અને શાળાના ટ્રસ્ટીઓ સાથેના સંબંધ પણ શિક્ષકોના તે કિશોર પ્રત્યેના વધુ પ્રેમનું કારણ હોઈ શકે.પોતાનો વિસ્તૃત, સમૃદ્ધ ધંધો સંભાળવા આ પુત્ર કાબેલ નીવડશે તેમાં શેઠને શંકા ન હતી.પુત્ર દસમામાં આવ્યો. બોર્ડનું વર્ષ. કારકિર્દીનો ફાંટો અહીંથી પડે અને  શૈક્ષણિક તાકાતનું પાણી માપવાનું પ્રથમ પગલું. પુત્ર તો પહેલેથી તેજસ્વી છે જ. જોજોને, એવો ઝળકી ઉઠશે! શેઠ મનોમન પુત્રનો ફોટો છાપાંમાં જોઈ રહ્યા. આઠમા ધોરણથી