*અભિનેત્રી 40* રંજન જેવો જીદ્દી અને ખડુસ છોકરો આટલી આસાનીથી શર્મિલાને સોરી કહેશે એવુ તો મલ્હોત્રાએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.પણ રંજને શર્મિલાને સોરી કહીને જે રીતે મામલો સુલજાવ્યો એ જોઈને મલ્હોત્રાને અતિ અને સુખદ આશ્ચર્ય થયુ. અને એણે રંજનને પૂછ્યુય ખરુ. "કંઈ સમજાયુ નહી મિસ્ટર રંજન?" "શુ સમજાયુ નહી?"રંજને મલ્હોત્રાના સવાલની સામે સવાલ કર્યો. "રંજન અને સોરી?એ પણ એક છોકરીને? નોટ પોસીબલ.""ઓહ્ તો એમ પુછો છો?એના બે કારણ છે મલ્હોત્રા સર." "ક્યા?ક્યા?" "પહેલુ કારણ મારી જીદ્દને લીધે મૂવીને અને ડેડને નુક્સાન થાય એવુ હુ ચાહતો ન હતો." "અને બીજુ?" મલ્હોત્રાએ ઝીણી આંખ કરીને પૂછ્યુ.તો રંજને