અભિનેત્રી - ભાગ 34

  • 162

અભિનેત્રી 34*                             સાત વાગે શર્મિલાની શિફ્ટ પુરી થઈ. પ્રિયતમ પ્રિયતમાને મનાવે છે એ વાળો સીન માંડ માંડ પત્યો.આજે આખા દિવસમા એ એકજ સીનની શુટિંગ થઈ હતી.અઢાર રીટેક પછી એ સીન ઓકે થયો હતો.શર્મિલા થાકીને લોથ થઈ ગઈ હતી.    સ્ટુડીયો માથી બાહર નીકળીને એ પોતાની કારમાં બેઠી.અને પછી એણે ઉર્મિલાને ફૉન લગાડ્યો. "હેલ્લો ઉર્મિ." શર્મિલાનુ નામ ફોન સ્ક્રીન પર દેખાતા જ ઉર્મિલાએ હર્ષ ભેર ફૉન કલેક્ટ કરતા કહ્યુ. "તુ માન કે ન માન શર્મી.હુ તારા જ ફૉનની રાહ જોતી હતી." "અરે તો એમા રાહ શાની જોવાની?જ્યારે પણ તને ઈચ્છા થાય તો