અભિનેત્રી 32* "તુ પોલીસ ખાતાનો માણસ છો અને માનીલે કે કાલે મારે તારી પાસે થી કોઈ ગેરકાનૂની કામ કરાવવુ હોય તો કરીશ?"શર્મિલાના આ શબ્દોએ બ્રિજેશને આખી રાત સુવા ન દીધો.વારંવાર આ શબ્દો ઘણની જેમ એની છાતીના પાટીયા પર પછડાતા રહ્યા.એના મસ્તકમા વારંવાર પડઘાતા રહ્યા. બપોરે ડ્યુટી પર આવ્યા પછી પણ એ શબ્દો એ એનો પીછો છોડ્યો ન હતો. એને શર્મિલાના એ શબ્દો સાંભળીને સમજ માં આવતુ ન હતું કે શર્મિલા પોતે કરવા શુ માંગતી હતી?યા પોતાની પાસે કરાવવા શુ માંગતી હશે? ગેરકાનૂની કામ એટલે એ