અભિનેત્રી 31* "શું થયુ શર્મિ?બોલ શુ થયું હતુ પાર્કિગમાં?"બ્રિજેશે ઉચાટ ભેર પૂછ્યું.શર્મિલાનો શ્વાસ આ પ્રશ્નથી જોશ પૂર્વક દોડવા લાગ્યો. "મને જોતાજ એ મારી ઉપર તાડુક્યા મને કહે તારી હિંમત કેમ થઈ અહીં આવવાની.પણ મેં એમને જોઈને બન્ને કાનની બૂટ પકડીને એમને સોરી કહ્યું.તો એ ઓર જોરથી ચિલ્લાયા.અને એમણે ધમકી ભર્યાં સ્વરે કહ્યું.તારી સોરી રાખ તારી પાસે અને જો બીજી વાર તે અહીં પગ મૂક્યો છે ને તો.તો?શુ કરી લેશો?હવે મેં પણ એમને પડકાર આપ્યો.તો એમણે વધુ ગુસ્સામા કહ્યુ હું તને ખતમ કરી દઈશ..." આટલુ બોલીને શર્મિલા બન્ને હથેળીમાં