અભિનેત્રી - ભાગ 29

અભિનેત્રી 29*                                 સુનીલ સાથે થયેલી બોલાચાલી ના કારણે શર્મિલા અપસેટ થઈ ગઈ હતી.એ પોતાની બહેન સાથેના તૂટેલા સંબંધોને અહીં સાંધવા અહીં આવી હતી.પણ એની સાથે સુનીલે કરેલા દૃવ્યવહેવારના કારણે એ દુઃખી હતી.સુનીલે એની સાથે ફ્કત દૃવ્યવહેવાર જ ન હતો કર્યો.પણ સાથે સાથે એને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.     એ ધમકીઓ થી ડરે એવી તો બિલકુલ ન હતી.છતા એનુ અંતઃકરણ જાણે સળગી રહ્યુ હતુ.અત્યારે એને કોઈના પ્રેમની.કોઈના સહારા ની.કોઈના હુંફાળા સાથની જરુર લાગી રહી હતી.કાર ચલાવતા ચલાવતા એની આંખો માથી અનાયાસ આંસુ ટપકવા લાગ્યા.એણે ગાડીને