હું મારી વર્તમાન નોકરી છોડી દેવા માગતી હતી, કારણ કે ત્યાં મારા કામની કદર નહોતી. મને કામ કરવું ગમે છે અને હું શ્રેષ્ઠ પરફોર્મ કરવાનું ખૂબ પસંદ કરું છું, પણ જ્યાં તમારી મહેનતને ઓળખ આપવામાં ન આવે, ત્યાં વધુ સમય રોકાવું યોગ્ય નથી.મારા એક સહકર્મી મારફતે મને એક નવી નોકરી માટે એક સરસ તક વિશે માહિતી મળી. તેમણે કહ્યું કે ત્યાં કામ સારું છે, પણ નોકરીનું સ્થળ મારા ઘરથી ખૂબ દૂર હતું. એટલે મેં તરત જ એ વિચાર છોડ્યો.લગભગ એક મહિના પછી, એ જ સહકર્મીએ ફરી મને એ જ નોકરી વિશે વાત કરી. એટલે થયું કંઇક તો છે કેમ કે