તારીખ 12મીની સવારે આશરે 10:00 વાગે યલો કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી, ડીસા પોલીસ સ્ટેશનમાં પ્રવેશી. તેના બંને ખભે જાંબલી કલરનો દુપટ્ટો લબડતો હતો .એના ખભા પાછળ લબડતા દુપટ્ટા ના છેડા છોકરીના પીઠ પાછળ લહેરાતા ખુલ્લા, લાંબા, કાળા, વાળ સાથે રમત રમી રહ્યા હતા. તેમના બંને કાનની બુટોમાં લાંબાં ઝૂલતાં એરિંગ લટકી રહ્યાં હતાં .જમણા હાથની વચ્ચેની બે આંગળીઓમાં નાના હીરા જડેલી હોય તેવી બે વીંટીઓ પહેરેલી હતી. ને નાક ની 'નથ' ઉપર નીલા કલરનો હીરો ચોંટી ગયો હોય તેમ, ચમકતો હતો. કમ્પાઉન્ડમાં પગ મુકતાં જ તે બે અલગ - અલગ ઓફિસો જોઈને તે થોડી ખચકાઈ .ને પછી સદસડાટ