શેઠ થોડો ગભરાઈ જાય છે પણ તરત જ કહે, સાચું છે, ગુરુજી. તમે જે કહેશો, હું તે કરીશ. તમે મારા ઘેર આવો.ગુરુજી સહમતિમાં મસ્તક હલાવે છે, હા, હું આવું. પણ મારી એક શરત છે—તમે આ વાતનો ઘરમાં ઉલ્લેખ કરશો નહીં.સાંજે ગુરુજી અને ધનજી શેઠ સાથે તેમના ઘેર પહોંચે છે. ગુરુજી ઘરમાં પ્રવેશ કરી, જમીન પર આસન પાથરી અને ધ્યાનમાં લીન થઈ જાય છે.થોડી જ વારમાં ગુરુજીને એક ભયાનક દ્રશ્ય દેખાય છે—ઘરના નીચે હાડપિંજર છે! હાડપિંજરની બાજુમાં એક મોટો, કાળોતરો નાગ વસ્યો છે, જે ત્યાં પડેલા ધનના રક્ષક સમાન છે. નજદીક એક વિશાળ શંખ પડેલો છેઆ જોતાજ, અચાનક એક અજાણી શક્તિ