શ્રાપિત ધન - ભાગ 2

ગોવિંદની પત્ની અશ્રુભીનાં નયનથી માથું ધોણાવીને કહે, હા, ઠીક છે.;ધનજી શેઠ ઘરે પાછા જાય છે. કુમુદબેન તેમની રાહ જોઈ રહી હોય છે. શેઠ જેમ ઘરમાં પ્રવેશ કરે, તેમ જ કુમુદબેન પૂછે, હવે ગોવિંદની તબિયત કેવી છે? બધું ઠીક છે ને?ધનજી શેઠ કહે હા, હવે ઠીક છે. ઓપરેશન સફળ થયું છે. હમણાં થોડા દિવસ આરામ કરવો પડશે.કુમુદબેન શાંત સ્વરે કહે, કાંઈ વાંધો નહીં. આરામ કરવા દો, સાજો થઈ જશે. ચાલો, હું જમવાની તૈયારી કરું. હું કદીની તમારી રાહ જોઈ રહી છું.ધનજી શેઠ થાકેલા અવાજમાં કહે,મને ભૂખ નથી. હું ખૂબ થાકી ગયો છું. બસ આરામ કરવા માંગું છું.પણ તમે સવારે કશું ખાધું