નિતુ - પ્રકરણ 91

  • 778
  • 1
  • 456

નિતુ : ૯૧(વિદ્યા) વિદ્યાને હોંશે હોંશે મળવા જનાર નિકુંજ હતાશ થઈને પરત ફરેલો. અડધી રાત વિતી ગઈ અને એની સાથે કોઈ સમ્પર્ક ના થયો. નિખીલની વાત પર વિશ્વાસ કરી તે પોતાને ઘેર જવા નીકળી ગયો.રેલવે સ્ટેશન પર પોતાની બેગ લઈને પહોંચ્યો અને એક ખાલી બાંકડા પર બેઠો. વિદ્યા માટે લીધેલ પર્પલ રંગના ફૂલોનો બુકે એના હાથમાં જ હતો. પોતાના પૉકેટ્માંથી એણે પેલું બોક્સ બહાર કાઢ્યું અને ખોલ્યું, એમાં એક ડાયમંડ રિંગ હતી, જે તેણે તેના માટે લીધી હતી.બોક્સ બંધ કરી એણે બેગમાં મૂક્યું અને હાથમાં રહેલ બુકેને જોઈ રહ્યો. તેને યાદ આવ્યું જ્યારે સાથે બેઠા બેઠા વિદ્યાએ તેને કહ્યું હતું કે,