નિતુ - પ્રકરણ 90

  • 216
  • 100

નિતુ : ૯૦ (વિદ્યા)વિદ્યા સામે બેઠેલા રોનીને નિકુંજ સમજી એનું નામ લેતી તે બેભાન થઈ ગઈ. રેસ્ટોરન્ટમાં થોડીવાર ઉહાપોહ મચી ગઈ. ડિનર લેનારા લોકો વિદ્યાને બેભાન થતી જોઈ ટેબલ ફરતે વીંટળાઈ વળ્યાં.કોઈએ કહ્યું, "કોઈ એમ્બ્યુલન્સ બોલાવો."તો વળી એક ભલા માણસે વચ્ચે કહ્યું, "હું ફોન કરું છું.""કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું એને હોસ્પિટલ લઈ જાવ છું." કહેતા રોની ઉભો થયો અને બધાને પોતાની જગ્યાએ બેસી જવા કહ્યું. આવેલા વેઈટરે એને સાથ આપ્યો અને બંને વિદ્યાને લઈને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા. ત્યાં પહેલેથી જ અભિષેક ગાડી લઈને ઉભેલો. તેની ગાડીની પાછલી સીટ પર તેને બેસાડી રોની આગળ અભિષેકની બાજુમાં બેસી ગયો. અંદર