શિક્ષકની નજરે એક શિક્ષક કેવો હોવો જોઈએ?-Anita patel,શિક્ષક ખાસ કરીને મૂળિયાંથી મજબૂત માસ્તર હોવો જોઈએ.આપણે સાંભળતા આવ્યા છીએ કે, "શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ."વળી,કબીરનો એક દુહો પણ છે, "गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पायेंबलिहारी गुरु आपनो जिन गोविंद दियो बताय|"શિક્ષકની મહિમા આદિકાળથી અપાર રહી છે, અને રહેશે.પણ,ટેકનોલોજીનાં આ યુગમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જો શિક્ષકે કાર્ય કરવું હશે, તો એને આજનાં હુલામણા નામો મુજબ બાળકનાં "મમ્મા અને પા" બંને બનવું પડશે."માસ્તર" તો એ પહેલેથી છે જ.શિક્ષક એક જ એવું વ્યક્તિત્વ છે, જેનાં પર વિશ્વાસ કરીને માતાપિતા પોતાના સંતાનને એમની પાસે ભણવા મૂકે છે.અને બાળકો પણ