*સાહિત્ય પ્રકાશ* *ટાસ્ક - ૨૨ આજે જેલ માં આ સાતમો દિવસ હતો. જગ્ગો આમ તો બહુ સીધો અને ભલો માણસ. સંસાર માં એક દીકરો શિવ એકલો જ હતો. ઘરવાળી તો મહામારી ના સમય માં જતી રહી.હવે ઘરવાળી નો એક અભરખો હતો શિવ ભણી ગણી ને સારો આબરૂદાર માણસ બને.માછીમારી ના ધંધો બહુ વટ થી કરતો જગ્ગો, જગ્ગા નીતિ થી જીવનારો પણ તે ખોટું સહન ક્યારેય ના કરતો.ગુસ્સે જલ્દી થઈ જાય અને કયારેક મદિરાપાન કરી લે. માછીમારો ની ટીમ નો સરદાર એટલે જગ્ગો,સમય આવે સરકાર સામે પણ લડી લે. લોકો એને દાદા કહે..શિવ પણ પપ્પા ની બદલે "દાદા" કહે.એની