અજ્ઞાત. - 1

પ્રોલોગ -1હ્યુસ્ટન સીટી: 1952 રાત્રે 10 વાગ્યે. સિમોન માર્ક પોતાના સ્ટડી રૂમ માં બેઠો બેઠો કોરા કાગળ માં ફાઉન્ટન પેન થી કાંઈક લખી રહ્યો હતો. લખતા લખતા એના માથે પરસેવો ભરાવા મંડ્યો અને પેટ્રોમેક્સ ની આછી લાઈટ માં એના પરસેવો ચળકવા મંડ્યો. એ લખતો લખતો કૈક બબડતો હતો. ત્યાં એના દરવાજા ઉપર એક જોર થી દસ્તક પડી. એ ઘભરાય ગયો અને તરત જ ઉભો થઈ ગયો. પોતાના એ કાગળ ને ક્યાં સંતાડવું એ વિચારવા મંડ્યો. ત્યાં તરત પાછું જોર જોર થી બારણું ભટકવા નો અવાજ આવ્યો. એને જગ્યા જોઈ. ત્યાં એ કાગળ એ રીતે સંતાડયો કે કોઈ ને જડે નહિ અને ત્યાં જ