આપણાં પ્રધાનમંત્રી મોદીજી રાષ્ટ્રપતિ દ્રૌપદીજી, સાધુ સંતો,આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી,“cold play” ના શો થી ભારતના યુવાનોને ડોલાવનાર ક્રિશ માર્ટિન, અને 44-45 કરોડ ભાવિકો વચ્ચે એક સામ્યતા કે બધાંએ મહાકુંભમાં “ત્રિવેણી સંગમ”માં ડૂબકી લગાવી સંગમ સ્નાનનો અમૂલ્ય લ્હાવો લીધો. “સનાતન ધર્મ”ના પ્રભાવે જગતને સ્તબ્ધ કરી દીધું. તીર્થોના રાજા પ્રયાગરાજમાં તારીખ 13-1-2025 થી 26-2-2025 સુધી ચાલનાર આ મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં એટલેકે 14-2-2025 અંદાજે 45-46 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પોતાની જાતને ધન્ય કરી છે. આ ત્રિવેણી સંગમ એટલે ગંગામાતા, યમુનામાતા અને ગુપ્ત સરસ્વતીમાતા એમ ત્રણેયનો સંગમ થાય એ સ્થળ. આધ્યાત્મિક જ્ઞાન,આત્મ સાક્ષાત્કાર અને મુક્તિની શોધ કરનારા લાખો કરોડો શ્રદ્ધાળુઓ