મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 10

  • 200
  • 84

દવાખાનામાં મચેલું દંગલ આખરે શાંત પડ્યું હતું. તખુભા અને હુકમચંદે ઉગલા, જાદવા અને રઘલાને દવાખાને લઈ આવનાર અરજણ વગેરેને બીજા દિવસે પંચાયતમાં હાજર થવાનો આદેશ આપીને મામલો થાળે પાડ્યો હતો. દવાખાનામાં બનેલી ઘટનાની તપાસ પદ્ધતિસર કરવાની હતી. જેનો વાંક હોય એને સજા કરવાની હતી. આવી નાની વાતમાં કેસકબાલા ન થાય એ માટે પંચાયતમાં જ સમાધાન કરી નાંખવાનું હતું.****"ઓ ભાઈ, આ મીઠાલાલ મીઠાઈવાળા ક્યાં રહે છે? એમનું ઘર કઈ બાજુ આવ્યું?" બસમાંથી ઉતરેલા એકજણે ચંચાને પૂછ્યું.  સવારના અગિયાર વાગ્યા હતા. ચંચો સાવ નવરો હોય ત્યારે બસસ્ટેન્ડ પર આવીને બેસતો. ફુલાએ ત્યાં પાનનો ગલ્લો કર્યો હતો. માવો ચડાવીને બાંકડે બેઠેલા ચંચાને બસમાંથી ઉતરેલા એક