અભિષેક - ભાગ 2

  • 626
  • 2
  • 264

અભિષેક પ્રકરણ 2અભિષેક મુન્શી મુંબઈથી પોતાની મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ આવ્યો હતો. એની સાથે આ પ્રવાસમાં એક સંન્યાસી મહાત્મા પણ એના જ કમ્પાર્ટમેન્ટમાં યાત્રા કરી રહ્યા હતા. ઋષિકેશ પહોંચ્યા પછી મહાત્માજીએ અભિષેકને કહ્યું કે અસ્થિની સાથે એની મમ્મી પણ ઋષિકેશ આવી છે અને તારી પાછળ જ ઊભી છે ત્યારે અભિષેક ચમકી ગયો. એણે ચમકીને પાછળ જોયું ત્યાં સુધીમાં તો સાધુ મહાત્મા અદ્રશ્ય થઈ ગયા હતા. પોતાની સાથે આવો ચમત્કાર પહેલી વાર થયો હતો એટલે અભિષેક હજુ પણ આ ઘટનાને સમજી શકતો ન હતો. સાધુ મહાત્માએ હવામાંથી એને પૂરી શાક અને દહીં આપ્યાં હતાં એ પણ એને યાદ આવી ગયું. આ સાધુ