અમે માતાજીની માટલી વળાવીને ઘરે આવી ગયા. એ રાત વીતી ગઈ. બીજા દિવસે અમે અમારા ઘરે આવી ગયા. મારા મનમાં એમને ખોવાનો ડર બેસી ગયો. પણ મેં કોઈ દિવસ એમની સાથે વાત પણ ન કરી હતી કે એમણે પણ મારી સાથે વાત કરી ન હતી. છતાં કેમ આવી લાગણી મારી અંદર પાંગરી રહી હતી એ ખબર જ ન પડી ? હું બારમા ધોરણમાં નાપાસ થયેલી એટલે શાળાએ જવાનું હતું જ નહીં કે કદાચ એ ત્યાં આવે અને હું એમને જોઈ લઉં. પણ એ શક્ય ન હતું. પણ હું એ ભૂલીને ઘરમાં મમ્મીને મદદ કરતી. મારી પરીક્ષા પતી ગઈ હતી, મારા