એના માટે બાબુસિંહ એકાંતમાં બેસી રાત- દિવસ નવી નવી યોજનાઓ ઘડયા કરતો હતો.કેટલાક વિચારના અંતે બાબુસિંહ એક- બે યોજનાઓ મનમાં વિચારી. ધંધાકીય ભાઈ હોવાના કારણે તેના અને લતીફ વચ્ચે બહુ નજીકના સંબંધો હતા. પોતે ડીસા માં માલ કટિંગ કરતો હતો. જ્યારે લતીફ અમદાવાદમાં કટીંગ કરતો હતો. પરંતુ લતીફે હવે દારૂની સાથે- સાથે બીજા પણ ધંધા ચાલુ કર્યા હતા. જેમાં કેફી પદાર્થોની હેરાફેરી કરવી, કોઈને ધમકી આપવી ખંડણી વસુલવી, પ્રોપર્ટી ઉપર કબજો કરવો વગેરે ધંધે પણ ચડ્યો હતો.લતીફને ખંડણી આપી ચુડાસમા નું 'કાશળ બારોબાર કઢાવી નાખું કેવું તેણે મનમાં નક્કી કર્યું .પરંતુ તેણે આગળ વિચાર્યું કે પોતે લતીફ ને ખંડણી આપે