અભિનેત્રી 23* "ઉર્મિલા સાથે તારે લગ્ન કરવા હોય તો તારે અમારી સાથે ઘર જમાઈ બનીને રહેવુ પડશે.બોલ છે મંજુર?"મુનમુને સુનીલના ચેહરા ઉપર ત્રાટક કરતા કહ્યુ.જવાબમા સુનીલે શાંત શબ્દોમા ઉત્તર આપ્યો. "ના હરગીઝ નહિ...."એ આગળ કંઈ બોલે તે પહેલા મુનમુન ઉંચા સાદે બોલી. "તો પછી આ લગ્ન નહી થાય.તુ....."આ ફેરે સુનીલે મુનમુનને હાથ આડો ધરીને બોલતા અધવચ્ચે રોકી.અને એણે ઉત્તમને પ્રશ્ન કર્યો. "પપ્પા.હુ જાણું છુ કે તમે પણ મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા છે.પણ જો તમારી સાસુએ તમારી આગળ આવી શરત રાખી હોત તો તમે શુ કર્યું હોત?"ઉત્તમને તાત્કાલિક સમજ